Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 11:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે તને જ્ઞાનના મર્મો સમજાવે કે, ખરું જ્ઞાન તો બહુવિધ છે, તો કેવું સારું! તે માટે જાન કે, તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઈશ્વર તારા પર થોડી શિક્ષા લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તો તો તે તને જ્ઞાનનાં રહસ્યો પ્રગટ કરે. કારણ, સાચા જ્ઞાનને બે પાસાં હોય છે અને ઈશ્વર બધાં જ પાપ ધ્યાનમાં લેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે! તેમની પાસે બહુવિધ સમજણ છે. તે માટે જાણ કે, ઈશ્વરે તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે. તે તને કહેશે કે દરેક વાત ને બે બાજુ હોય છે. અને તું ખાતરી રાખજે કે તે તને તારા દોષોની પાત્રતાથી ઓછી સજા આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 11:6
21 Iomraidhean Croise  

અમારાં દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે અમારા ઈશ્વર, જેટલી થવી જોઈએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે. વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.


પણ જો ઈશ્વર બોલે, અને તારી વિરુદ્ધ પોતાનું મોં ઉઘાડે;


તેનામાં જ્ઞાન તથા બળ હોય છે; તેને અક્કલ તથા સમજણ પણ હોય છે.


શું ઈશ્વરના દિલાસા તથા તારી પ્રત્યેનાં [અમારાં] નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતનાં નથી?


કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે, અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.


શું તેં ઈશ્વરનો ગુહ્ય મનોરથ સાંભળ્યો છે? અને શું, તેં બધું જ્ઞાન તારા પોતાનામાં જ સમાવી રાખ્યું છે?


શું તારી દુષ્ટતા ઘણી નથી? અને તારા અન્યાયોનો તો કંઈ પાર નથી.


મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


હું તને ઉત્તર આપીશ કે, ઈશ્વર માણસ કરતાં મોટા છે, માટે તારે એમ [બોલવું] એ વાજબી નથી.


[એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે] ; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?


તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.


યહોવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે. તેઓને તે પોતાનો કરાર જણાવશે.


યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.


પણ આકાશમાં એક ઈશ્વર છે કે જે મર્મ ખોલે છે, ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેમણે નબૂખાદનેસ્સાર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલાં આપના મગજનાં સંદર્શનો, તે આ છે:


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”


તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા,


મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.


Lean sinn:

Sanasan


Sanasan