Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તમે જાણો છો કે હું દુષ્ટ નથી; અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 જો કે તમે તો જાણો જ છો કે હું દોષિત નથી, તો પણ તમારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે જાણો છો કે હું દોષિત નથી, અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તમે સારી રીતે જાણો છો કે હું નિર્દોષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 10:7
35 Iomraidhean Croise  

જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ! અને હું નેક હોઉં તોપણ હું મારું માથું ઊંચું નહિ કરીશ; કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.


કેમ કે તું કહે છે કે, મારો મત ખરો છે, અને હું તારી દ્દષ્ટિમાં ચોખ્ખો છું.


હવે જુઓ, મારો મુકદ્દમો મેં નિયમસર ગોઠવ્યો છે; હું જાણું છું કે હું નેક છું.


પરંતુ મારી ચાલચલગત તે જાણે છે; મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


મારો પગ તેમનાં પગલાંને વળગી રહ્યો છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે, અને આડોઅવળો ગયો નથી.


કેમ કે [ઈશ્વર] તેના પર [બાણ] ફેંકશે, અને દયા રાખશે નહિ. તે તેમના હાથમાંથી નાસી જવા ફોસટ ફાંફાં મારશે.


તો, જ્યારે ઈશ્વર ઊભા થાય, ત્યારે હું શું કરું? અને તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેમને શો ઉત્તર આપું?


અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારું! (જો, આ રહ્યું મારું ચિહ્ન, સર્વશક્તિમાર મને ઉત્તર આપે [તો કેવું સારું] !) અને મારા પ્રતિવાદીએ લખેલું તહોમતનામું મારી પાસે હોત તો કેવું સારું!


(તો અદલ ત્રાજવામાં મને તોળવો જોઈએ કે, ઈશ્વર મારું પ્રામાણિકપણું જાણે;)


હવે આ ત્રણ માણસોએ અયૂબને ઉત્તર આપવાનું બંધ કર્યું, કેમ કે તે પોતાની નજરમાં નેક હતો.


‘હું શુદ્ધ તથા નિષ્કલંક છું. હું નિરપરાધી છું, મારામાં કંઈ અન્યાય નથી.


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


અયૂબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલિફાઝ તેમાનીને કહ્યું “તારા પર તથા બે મિત્રો પર મારો કોપ સળગી ઊઠયો છે; કેમ કે જેમ મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ તમે મારા વિષે ખરું બોલ્યા નથી.


તે પકડી લે તો તેમને કોણ રોકશે? તેમને કોણ કહેશે, ‘તમે શું કરો છો?’


પણ હું સંપૂર્ણ છું! તોપણ હું મારી પોતાની દરકાર કરતો નથી; હું મારી જિંદગીનો ધિક્કાર કરું છું.


એ તો બધું એક ને એક જ છે; તેથી હું કહું છું કે, તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ વિનાશ કરે છે.


કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


હે મારા ઈશ્વર યહોવા, જો મેં એમ કર્યું હોય, જો મારા હાથમાં કંઈ ભૂંડાઈ હોય,


વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


હું તેના યારોના દેખતાં તેનું લંપટપણું ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહિ.


કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંગરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું, હા, હું જ ફાડી નાખીને જતો રહીશ; હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહિ.


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.


“દેવોનાં ઈશ્વર યહોવા, દેવોનાં ઈશ્વર યહોવા, તે જાણે છે, ને ઇઝરાયલ પણ જાણશે કે, યહોવાનો દ્રોહ કર્યાથી અથવા તેમની આ નું ઉલ્લંઘન કર્યાથી, (આજે તમે અમારો બચાવ કરશો નહિ, )


Lean sinn:

Sanasan


Sanasan