Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 10:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ! અને હું નેક હોઉં તોપણ હું મારું માથું ઊંચું નહિ કરીશ; કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 જો હું દુષ્કર્મ કરું તો મને અફસોસ! પરંતુ જો હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું ઉઠાવીશ નહિ; કારણ, મારી પીડા પ્રતિ નજર કરું છું. ત્યારે હું શરમથી ઝૂકી જઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ! જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ, કેમ કે મને અતિશય શરમ લાગે છે. અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જો હું પાપ કરું, તો મારે માટે બહું ખરાબ થશે. પણ જો હું નિર્દોષ હોઇશ તો પણ હું મારું માથું ઊપર ઉઠાવી શકીશ નહિ. હું ખૂબજ શરમિંદો અને મુંઝાયેલો છું.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 10:15
23 Iomraidhean Croise  

તમે જાણો છો કે હું દુષ્ટ નથી; અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


મને યાદ આવે છે, ત્યારે હું ગભરાઉં છું, અને મારા શરીરમાં કંપારી છૂટે છે.


માટે તેમની આગળ હું ગભરાઈ જાઉં છું; જ્યારે હું તેમના વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.


મારા શત્રુને દુષ્ટની જેમ, અને મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.


કૃપા કરીને પાછા ફરો, કંઈ અન્યાય ન થવો જોઈએ; હા, પાછા ફરો, મારી દાદ વાજબી છે.


તે પકડી લે તો તેમને કોણ રોકશે? તેમને કોણ કહેશે, ‘તમે શું કરો છો?’


જો હું ન્યાયી હોત, તોપણ હું તેમને ઉત્તર ન આપત; હું મારા ન્યાયધીશને કાલાવાલા કરત.


હું દોષિત ઠરવાનો છું જ; તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?


મારી વિપત્તિ સામું જુઓ, અને મને બચાવો; કેમ કે હું તમારો નિયમ વીસરતો નથી.


મારાં દુ:ખ તથા વેદના તરફ જોઈને મારાં સર્વ પાપની ક્ષમા કરો.


નિંદા તથા દુર્ભાષણ કરનારા બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દષ્ટિને લીધે [આવું થાય છે].


ફજેતીથી તેઓ પોતાનાં મુખ સંતાડે તેમ કરો કે, તેઓ, હે યહોવા, તમારું નામ શોધે.


દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.


અને યહોવાએ કહ્યું, “મેં મિસરમાંના મારા લોકનું દુ:ખ ખરેખર જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું;


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય છે; મારી આંતરડી કકળે છે! મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે મેં ભારે બળવો કર્યો છે; બહાર તરવાર નિ:સંતાન કરે છે, ઘરમાં પણ મરણ જેવું છે.


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”


Lean sinn:

Sanasan


Sanasan