Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “શું અયૂબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી.” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “શું યોબ વિનાકારણ ઈશ્વરનો ડર રાખે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે, શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:9
9 Iomraidhean Croise  

શું તમે તેનું, તેના ઘરનું તથા તેન સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.


કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”


પણ તેણે તેને ઉત્તર આપ્યો, “કોઈએક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે. શું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ, અને દુ:ખ ન સ્વીકારીએ?” એ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ ન કર્યું.


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?


કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે.


પણ સંતો સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.


તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan