Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ, અને પુષ્કળ રાચરચીલું, એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:3
34 Iomraidhean Croise  

અને તેણે સારાયને લીધે ઇબ્રામનું ભલું કર્યું; અને તેણે તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યાં.


અને ઇબ્રામે પોતાની પત્ની સારાયને તથા પોતાના ભત્રીજા લોતને, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતાં તેઓને સાથે લીધાં; અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યાં, ને કનાન દેશમાં આવી પહોંચ્યાં.


અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે; કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે, તેઓ એકઠા રહી ન શકે.


અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ આપ્યો છે; અને તે મોટો થયો છે; અને તેણે તેને ઘેટાં તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડાં આપ્યાં છે.


પણ ઇબ્રાહિમની ઉપપત્નીના દિકરાઓને ઇબ્રાહિમએ કેટલીક બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દિકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.


ત્યાર પછી યાકૂબ ત્યાંથી નીકળ્યો ને પૂર્વના લોકના દેશમાં જઈ પહોંચ્યો.


એટલે બસો બકરી, તથા વીસ બકરા, ને બસો ઘેટી તથા વીસ ઘેટા,


તેઓનાં ટોળાં તથા તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થાય? કેવળ આપણે તેઓનું માનીએ એટલે તેઓ આપણી મધ્યે રહેશે.”


શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટાં તથા ઢોરઢાંક હતાં;


પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું.


મનાહેમે આશૂરના રાજાને એ રૂપું આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનાડ્ય માણસ પાસેથી પચાસ પચાસ શેકેલ રૂપું જોરજુલમથી કઢાવ્યું. એ પછી આશૂરનો રાજા પાછો ફર્યો, ને તે દેશમાં થોભ્યો નહિ.


હવે મોઆબનો રાજા મેશા ઘેટાંનો માલિક હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ હલવાનનું તથા એક લાખ ઘેટાંનું ઊન ખંડણી દાખલ આપતો હતો.


ઊંટો ઉપર ઓબિલ ઇશ્માએલી હતો. ગધેડા ઉપર યેહદયા મેરોનોથી હતો.


તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.


વળી તેણે પોતે નગરો વસાવ્યાં, તથા ઘેટાંબકરાંની તથા બીજા ઢોરની પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને અતિશય દ્રવ્ય આપ્યું હતું.


શું તમે તેનું, તેના ઘરનું તથા તેન સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.


તેના પુત્રોમાંનો દરેક પોતપોતાને ઘેરે મિજબાની આપતો, અને પોતાની ત્રણ બહેનોને પણ પોતાની સાથે ખાવાપીવા માટે આમંત્રણ આપતો.


કેમ કે તમે કહો છો, ‘સરદારનું ઘર ક્યાં છે? જે તંબુઓમાં દુષ્ટો રહેતા હતા તે ક્યાં છે?’


શોકાતુર માણસોને દિલાસો આપનાર તરીકે હું [તેમને માટે] માર્ગ પસંદ કરતો, હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.


જો મારું ધન ઘણું હોવાને લીધે, તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉં;


હું મારા પગલાંની સંખ્યા તેમને કહી બતાવત, સરદારની જે હું તેમની હજૂરમાં જાત.


જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું.


એમ યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, એક હજાર જોડ બળદ, અને એક હજાર ગધેડીઓ થયાં.


યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.


કેદાર વિષે, તથા હાસોરનાં જે રાજ્ય બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પાયમાલ કર્યાં તે વિષેની વાત. યહોવા કહે છે, “તમે ઊઠીણે કેદાર પર ચઢો, ને પૂર્વ તરફના લોકોનો નાશ કરો.


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરામથી બાલાક મને લાવ્યો છે, મોઆબનો રાજા પૂર્વના પર્વતોથી [મને લાવ્યો છે] ; આવ, મારે યાકૂબને શાપ આપ, ને આવ, ઇઝરાયલને તુચ્છકાર.


અને એમ બનતું કે ઇઝરાયલીઓ વાવણી કરતા ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ, તથા પૂર્વ દિશાના લોકો ચઢી આવતા, એટલે તેઓ તેઓની સામે ચઢી આવતા.


કેમ કે તેઓ પોતાનાં ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા, તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અગણિત હતાં; અને દેશને ઉજ્જડ કરવાને તેઓ તેમાં પેસતાં.


મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.


હવે ઝેબા તથા સાલ્મુન્‍ના કાર્કોરમાં હતા, અને તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે પંદર હજાર માણસ, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ ને વીસ હજાર તરવારિયા પડ્યા હતા.


માઓનમાં એક માણસ [રહેતો] હતો. તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ‌ શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં ને એક હજાર બકરાં હતાં. અને [હમણાં] તે કાર્મેલમાં પોતાનાં ઘેટાં કાતરતો હતો.


દાઉદ તે દેશ પર મારો ચલાવતો, ને કોઈ પણ પુરુષ કે સ્‍ત્રીને જીવતાં રહેવા દેતો નહિ. ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટો તથા વસ્‍ત્રો હરી લઈને તે આખીશ પાસે પાછો આવતો.


Lean sinn:

Sanasan


Sanasan