Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું, તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડયું, અને તેઓ મરી ગયાં છે, અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ત્યારે રણમાંથી ભારે આંધી ધસી આવી અને ઘરના ચારે ખૂણા પર વીંઝાતાં તેની અંદરના બધાં જુવાન સંતાનો પર તે તૂટી પડયું, અને તેઓ માર્યા ગયાં છે; માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:19
12 Iomraidhean Croise  

અને તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ નથી, ને શિમયોન પણ નથી, ને વળી બિન્યામીનને લઈ જાઓ છો. એ સર્વ મારે વેઠવાનું છે.”


રાજા ઘણો વ્યાકુળ થયો, ને દરવાજા પરથી મેડીમાં ચઢીને રડ્યો. જતાં જતાં તે બોલ્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા આબ્શાલોમ! તારે બદલે હું મરી ગયો હોત, તો કેવું સારું થાત! ઓ આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”


પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયાં. અને બાકી રહેલા સત્તાવીશ હજાર માણસ પર કોટ તૂટી પડ્યો. બેન-હદાદ નાઠો, ને નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં [ભરાઈ બેઠો].


તે હજી તો કહેતો હતો એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં;


ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં


અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો.”


દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે એ સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.”


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


અને સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે કરું.” પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો; એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું, આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યાં તેઓની સંખ્ય તેની હયાતીમાં તેણે મારી નાખેલાં માણસો કરતાં વધારે હતી.


Lean sinn:

Sanasan


Sanasan