Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાંને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:16
13 Iomraidhean Croise  

ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યાં.


ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.


એલિયાએ તે પચાસ [સિપાઈઓ] ના જમાદારને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉ, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને જમાદારને તથા તેના પચાસ [સિપાઇઓને] ભસ્મ કર્યા.


એલિયાએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” અને ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી ઊતરીને તેને તથા તેના પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કર્યા.


જુઓ, અગ્નિએ આકાશમાંથી ઊતરીને પહેલા પચાસ પચાસના બે જમાદારોને તેઓના પચાસ પચાસ [સિપાઈઓ] સહિત ભસ્મ કર્યાં છે; પણ હવે મારો જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”


હે પરાક્રમી, તમારી તરવાર તમારી કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો પ્રતાપ [ધારણ કરો].


યહોવાની વિનંતી કરો; કેમ કે આ ભયંકર ગર્જના તથા કરાથી તો હવે હદ વળી ગઈ! અને હું તમને જવા દઈશ, ને હવે પછી તમારે અહીં રહેવું નહિ પડે.”


અને યહોવાની સંમુખથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સમક્ષ માર્યા ગયા.


અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.


વળી પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:પ્રભુ યહોવાએ અગ્નિથી વાદ કરવાની આજ્ઞા કરી. તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું, ને ભૂમિનો પણ ભક્ષ કરત.


અને તે મોટા ચમત્કારો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે.


અને છાવણીમાં, રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટનારા પણ થથરી ઊઠ્યા. અને ભૂમિ પણ કંપી. એમ ઘણી મોટી ધ્રૂજારી વ્યાપી ગઇ.


Lean sinn:

Sanasan


Sanasan