Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહોવાએ શેતાણે કહ્યું, “જો, તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહિ.” એ પછી શેતાન યહોવાની હજૂરમાંથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, યોબનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ યોબના પંડને કશી ઈજા પહોંચાડવાની નથી.” પછી શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહે શેતાનને કહ્યું, “જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ,” એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:12
17 Iomraidhean Croise  

પણ ઇબ્રામે સારાયને કહ્યં, “જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દષ્ટિમાં સારું લાગે તે તેને કર.” અને સારાયે તેને દુ:ખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી.


યહોવાએ એને પૂછ્યું, ‘શાથી?’ એણે કહ્યું, “હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ અને તેણે કહ્યું, ’તું તેને ફોસલાવી શકશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ કર.’


માટે હવે, યહોવાએ આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે. અને યહોવા તમારું અહિત ઊચર્યા છે.”


પેલા આત્માએ કહ્યું, ‘ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકના મુખમાં હું જુઠું બોલનાર આત્મા થઈશ.’ તેણે કહ્યું, ‘તું આહાબને ફોસલાવશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ ન કર.’


પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઈનકાર કરશે.”


એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેમના મોટા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં, તે વખતે,


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.


ત્યારે સિદકિયા રાજાએ કહ્યું, “જુઓ, તે તમારા હાથમાં છે, કેમ કે રાજા તમારી [ઈચ્છાની] વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”


કેમ કે ખોરાક કરતાં જીવ, અને વસ્‍ત્ર કરતાં શરીર, અધિક છે.


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તમને સોંપ્યો તેનું પાપ વિશેષ છે.”


માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


Lean sinn:

Sanasan


Sanasan