Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 9:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, એ અમે જાણીએ છીએ. પણ એ માણસ ક્યાંનો છે, તે અમે જાણતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ એ કોના તરફથી આવ્યો છે તે અમે જાણતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 9:29
28 Iomraidhean Croise  

અને કહો કે, રાજા એમ કહે છે કે, ‘આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં [પાછો] આવું ત્યાં સુધી દુ:ખની રોટલીથી તથા દુ:ખના પાણીથી એનો નિર્વાહ કરજો.’”


ત્યાર પછી યેહૂ પોતાના ધણીના ચાકરો પાસે બહાર આવ્યો; અને એક જણે તેને પૂછ્યું, “બધું ઠીક છે કે નહિ? એ ગાંડો માણસ તારી પાસે શા માટે આવ્યો હતો?” તેણે તેમને કહ્યું, ”એ માણસને તમે ઓળખો છો, ને તેણે શી વાત કરી તે તમે જાણો છો.”


તેમણે પોતાના માર્ગ મૂસાને, તથા પોતાનાં કૃત્યો ઇઝરાયલ પુત્રોને જણાવ્યાં.


તેમણે પોતાના સેવક મૂસાને, તથા પોતાના પસંદ કરેલા હારુનને મોકલ્યા.


તેઓએ છાવણીમાં મૂસાની તથા યહોવાના ભક્ત હારુનની પણ, અદેખાઈ કરી.


પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી; માણસોથી ધિક્કાર પામેલો, અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.


મારા સેવક મૂસાનો ‘નિયમ’ કે જે મેં તેને હોરેબમાં સર્વ ઈઝરાયલને માટે ફરમાવ્યો તે, એટલે વિધિઓ તથા આ ઓ, તમે યાદ રાખો.


અને મૂસાએ કહ્યું, “આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે. કેમ કે [એ કામો મેં] પોતાની મેળે [કર્યા] નથી.


પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું, “દુષ્‍ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] વગર તે દુષ્ટાત્માઓને કાઢતો નથી.”


બોલ્યા, “એણે એમ કહ્યું કે, હું ઈશ્વરનું મંદિર પાડી નાખવાને તથા તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું”


તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.”


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


તોપણ અમે એ માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી [આવેલો] છે. પણ જયારે ખ્રિસ્‍ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી [આવ્‍યો] છે.”


એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતાં બુલંદ સ્વરે કહ્યું, “તમે મને જાણો છો, અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી ખરી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું, અને ક્યાં જાઉં છું, એ હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અથવા ક્યાં જાઉં છું.


તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું, “તે માણસ ઈશ્વરની પાસેથી [આવ્યો] નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે?” એમ તેઓમાં બે પક્ષ પડયા.


તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


તે માણસે ઉત્તર આપ્યો, “એ તો અજાયબ જેવું છે કે, તેણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનો છે, એ તમે જાણતા નથી.


તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી; પછી તેઓએ બૂમ પાડીને કહ્યું, “એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી.”


પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી.


જે મૂસાનો તેઓએ નકાર કરીને કહ્યું હતું, ‘તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો’ તેને જે દૂત તેને ઝાડવા મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધાર કરનાર થવા માટે મોકલ્યો.


અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી:


પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,


તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan