Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રાખેલી સ્‍ત્રીને મૂકી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:9
22 Iomraidhean Croise  

તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે, તે વિષે મારું હ્રદય માહિતગાર છે; માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે.


આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, અને પૃથ્વી તેની સામે ઊઠશે.


દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો; અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હઠો અને આબરૂહીન થાઓ.


આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, [પણ] હું તને ઠપકો આપીશ, અને હું [તારાં કામ] તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.


મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.


કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ આપ્યા છે.


તેમણે એ વાતો કહી ત્યારે તેમના બધા સામાવાળા લજવાયા; અને જે બધાં મહિમાંવત કામો તેમણે કર્યાં તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા.


ત્યારે ઈસુ ઊભા થયા, અને તેને પૂછયું, “બહેન, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?”


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યા ત્યારે બધા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે બેસીને તેઓને બોધ કર્યો.


ત્યારે શાસ્‍ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્‍ત્રીને લાવે છે; અને તેને વચમાં ઊભી રાખીને,


ફરી તેમણે નીચા વળીને આંગળી વડે જમીન પર લખ્યું.


તેઓના અંત:કરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે. અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.


વ્યભિચાર ન કરવો, એવું કહેનાર શું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું દેવળોને લૂંટે છે?


કેમ કે આપણા અંત:કરણ કરતાં ઈશ્વર મોટા છે, અને તે બધું જાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan