Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 તમે તમારા પિતા શેતાનના છો, અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો, અને જૂઠાનો પિતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:44
41 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


યહોવાએ એને પૂછ્યું, ‘શાથી?’ એણે કહ્યું, “હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ અને તેણે કહ્યું, ’તું તેને ફોસલાવી શકશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ કર.’


ઇઝરાયલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો.


પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઈનકાર કરશે.”


ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.


અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે.


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમ બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે.”


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


મેં [મારા] પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું. અને તમે પણ [તમારા] પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તે તમે કરો છો.”


તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.”


વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેમને ઓળખું છું, અને તેમનું વચન પાળું છું.


“અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા, અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?


હકીકત એ પ્રમાણે જ છે એમ કહીને યહૂદીઓ પણ ફરિયાદમાં સામેલ થયા.


પણ પિતરે કહ્યું, “ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?


પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.


સાવચેત થાઓ, જાગતા રહો; [કેમ કે] તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.


કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડયા નહિ, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા.


આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી.


તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો, અને સત્યમાંથી કંઈ જૂઠું [આવતું] નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.


જે કહે છે, “હું તેમને ઓળખું છું, ” પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે, અને તેનામાં સત્ય નથી.


જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં [કામ] ન્યાયી હતાં.


જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી.


વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.


તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.


શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે, “જે શ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું. છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.”


તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રૂ ભાષામાં આબાદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે સંહારક] છે.


Lean sinn:

Sanasan


Sanasan