Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:43
18 Iomraidhean Croise  

દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ યહોવાની શોધ કરનારાઓ બધી બાબતો સમજે છે.


તેઓ જાણતા નથી, ને સમજતા પણ નથી; કારણ કે પ્રભુએ તેઓની આંખોને એવો લેપ કર્યો છે કે, તેઓ જોતા નથી; અને તેઓનાં હ્રદયોને એવો લેપ કર્યો છે કે, તેઓ સમજતા નથી.


ત્યારે પ્રભુએ કહ્યું, “જા, ને આ લોકોને કહે, કે સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.


કોને કહું ને કોને ચેતવણી આપું કે, તેઓ સાંભળે? જુઓ, તેઓના કાન બેસુન્નત છે, તેથી તેઓ સાંભળી શકતા નથી! જુઓ, તેઓ યહોવાનું વચન નિંદાસ્પદ છે એમ ગણે છે; તેમાં તેઓ આનંદ માણતા નથી.


કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.


પણ તેઓ યહોવાના વિચારો જાણતા નથી, ને તેમના મનસૂબા સમજતા નથી; કેમ કે તેમણે તેઓને ખળીમાં પૂળીઓની જેમ એકત્ર કર્યા છે.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.


હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.


હું મારા પિતાને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી! જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે આવકાર કરશો.


એ માટે તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?”


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


તે અમારી સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.


તેઓએ તેમને ઉત્તર આપ્યો, “અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે, ‘તમને મુક્ત કરવામાં આવશે?’”


તેઓએ ઉત્તર આપ્યો, “ઇબ્રાહિમ અમારો પિતા છે.” ઈસુ તેઓને કહે છે, “જો તમે ઇબ્રાહિમના સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામ કરો.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી.


Lean sinn:

Sanasan


Sanasan