Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો ગુલામ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:34
16 Iomraidhean Croise  

(પણ આહાબ જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવાને માટે પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


કેમ કે હું તમને ખચીત કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી બધાં પૂરાં થયા વગર નિયમશાસ્‍ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ.


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’


કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”


તમે પાપની દુર્વાસનાઓને આઘીન ન થાઓ, એ માટે તમે પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો.


શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?


વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહિ.


કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને વેચાયેલો છું.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની, સેવા કરું છું.


પણ તે એવી આશાથી [સ્વાધીન થઈ] કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્‍ન ભિન્‍ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.


તેઓને તેઓ સ્વતંત્રતા [મળવા] નું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે. કેમ કે માણસને જે કંઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan