Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમે દેહ પ્રમાણે ન્યાય કરો છો. હું કોઈનો ન્યાય કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તમે માનવી ધોરણે જ તુલના કરો છો; જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:15
17 Iomraidhean Croise  

હે ઇનસાફને કડવાશરૂપ કરી નાખનારા, ને નેકીને પગ નીચે છૂંદનારાઓ,


શું ઘોડા ખડક પર દોડી શકશે? શું કોઈ ત્યાં બળદોથી ખેડશે? કેમ કે તમે ઇનસાફને ઝેરરૂપ, ને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યાં છે.


તે માટે કાયદા અમલમાં આવતા નથી, અને વળી કદી અદલ ઇનસાફ મળતો નથી. કેમ કે સજ્જનોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી ઇનસાફ ઊંધો વળે છે.


તેમણે તેને કહ્યું, “ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠારાવ્યો?”


જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.


ઈસુએ ઉત્તર આપ્યો, “મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારું રાજ્ય તો અહીંનું નથી.”


કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.


દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ યથાર્થ ન્યાય કરો.”


તેણે કહ્યું, “પ્રભુ, કોઈએ નહિ.” ત્યારે ઈસુએ કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા; હવેથી પાપ કરતી ના.”]


એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે.


પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.


માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.


તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?


પણ યહોવાએ શમુએલને કહ્યું, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવા જોતા] નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હ્રદય તરફ જુએ છે.’


Lean sinn:

Sanasan


Sanasan