Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 7:7
27 Iomraidhean Croise  

અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે.


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


વળી તેઓએ ઉપકારને બદલે અપકાર, અને મારા પ્રેમને બદલે દ્વેષ કર્યો છે.


તિરસ્કાર કરનાર ઠપકો ખમવા ચાહતો નથી; તે જ્ઞાનીની પાસે પણ જવા ઇચ્છતો નથી;


પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે, તે પોતાના જ આત્માને નુકસાન પહોંચાડે છે; મને ધિક્કારનારા સર્વ મોતને ચાહે છે.


તેઓ તો મુકરદમામાં માણસને ગુનેગાર ઠરાવનાર, ને દરવાજે ઠપકો આપનારને માટે પાશ પાથરનાર, ને ખોટા બહાનાથી નિર્દોષને દોષિત ઠરાવનાર છે.


જેને માણસો બહુ ધિક્કારે છે, જેનાથી લોકો કંટાળે છે, જે અધિકારીઓનો સેવક છે, તેને ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવા, જે તેના પવિત્ર [ઈશ્વર] છે, તે એવું કહે છે, “યહોવા જે સત્ય છે, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે, જેમણે તને પસંદ કર્યો છે, તેમને લીધે રાજાઓ [તને] જોઈને ઊભા થશે; સરદારો [તને] જોઈને પ્રણામ કરશે.”


કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે બૂમ પાડું છું; બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું; કેમ કે યહોવાનું વચન [બોલ્યાને લીધે] આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થય છે.


અને યાજક તેને તપાસે, ને જુઓ, ત્વચામાં ધોળું ઢીમું દેખાતું હોય, ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય, ને ઢીંમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય,


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા.


તમારું વચન મેં તેઓને આપ્યું છે. અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.


અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.


કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે. કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી.


ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું?


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


તેઓ જગતના છે; તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેઓનું સાંભળે છે.


Lean sinn:

Sanasan


Sanasan