Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 7:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને ભાલદારો મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 ફરોશીઓએ લોકોના ટોળાને ઈસુ સંબંધી એવી ગુસપુસ કરતા સાંભળ્યું. તેથી તેમણે અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે મંદિરના સંરક્ષકોને મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 7:32
13 Iomraidhean Croise  

ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી.


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


અને પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો, ને અંદર જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો.


પણ તેઓમાંના કેટલાક ફરોશીઓની પાસે ગયા, અને ઈસુએ જે કામ કર્યાં હતાં, તે તેઓને કહી સંભળાવ્યાં.


તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”


ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે.


માટે તેઓએ તેમને પકડવાને પ્રયત્ન કર્યો. પણ તેમનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.


ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, રખેને તેઓ અમને પથરા મારે.


તેથી શાઉલે દાઉદને પકડવા માણસો મોકલ્યા. અને તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી, ને શમુએલને તેઓના ઉપરી તરીકે ઊભો રહેલો જોયો, ત્યારે શાઉલના માણસો પર ઈશ્વરનો આત્મા આવ્યો, ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan