Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલાં અંગોવાળા, ઘણા માણસો પડી રહેલા હતા. [તેઓ પાણી હાલવાની રાહ જોતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 માંદા માણસોનો મોટો સમુદાય એ વરંડાઓમાં પડયો રહેતો હતો. તેઓમાં આંધળાં, લંગડાં, લકવાવાળાં વગેરે હતાં. [તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતાં;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા. [અને તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:3
12 Iomraidhean Croise  

તે બેથેલમાંની વેદીની સામે ઈશ્વરભકતે પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે એમ થયું કે, યરોબામે પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું, “એને પકડો.” ત્યારે તેનો જે હાથ તેણે ઈશ્વરભક્તની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો, ને તેથી યરોબામ તેને પોતા તરફ પાછો ખેંચી શ્ક્યો નહિ.


જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બારસાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે.


યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની વાટ જોવી, એ સારું છે.


ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના હાથ પર તથા તેની જમણી આંખ પર તરવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે, ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે.”


અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં.


ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં.


તેમણે તેઓને કહ્યું, “તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો, એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મૂએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


હવે યરુશાલેમમાં મેઢાંભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને [લગતી] પાંચ પરસાળ છે.


કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.]


પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.


એ માટે, ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્‍લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan