Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 4:10
49 Iomraidhean Croise  

યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો;


જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


જો, હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામો ઊભો રહીશ. અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે.” અને મૂસાએ ઇઝરાયલના વડીલોના જોતાં એ પ્રમાણે કર્યું.


[તું] બાગમાંના ફૂવારા શી, જીવંતજળના કૂવા શી, તથા લબાનોનથી વહી આવતા ઝરાઓ શી [છે].


ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.


લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.


“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;


જંગલનાં શ્વાપદો, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે; કારણ કે મારા લોકોને એટલે મારા પસંદ કરેલાઓને પીવડાવવા માટે, હું અરણ્યમાં પાણી તથા ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


તેઓને ભૂખ લાગશે નહિ, ને તરસ પણ લાગશે નહિ. અને લૂ તથા તાપ તેઓને લાગશે નહિ; કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


“કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.


એ માટે હે વેશ્યા, યહોવાનું વચન સાંભળ:


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


વળી તે દિવસે યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.


પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”


ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.


જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે [હું આપીશ.]


ત્યારે પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે.


જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું [પાણી] તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.


ઈશ્ચરના અનિર્વાચ્ય દાનને માટે તેમની સ્તુતિ થાઓ.


કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે.


કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા,


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


તેમણે મને કહ્યું, “હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ.


આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan