Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 શારીરિક માબાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 3:6
25 Iomraidhean Croise  

અને આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો; અને તેણે તેનું નામ શેથ પાડયું.


અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.


અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.


જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.


તો ઈશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં.


મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના.


કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની, સેવા કરું છું.


કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.


કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.


પણ પ્રભુની સાથે જે જોડાય છે તે [તેમની સાથે] એક આત્મા થાય છે.


માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે] :જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.


જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.


તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.


અને જે સુન્‍નત હાથે કરેલી નથી એવી [સુન્‍નત] થી તમે તેમનામાં સુન્‍નતી થયા, એટલે ખ્રિસ્તની સુન્‍નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધાં ઉતારી મૂક્યો.


જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેનામાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan