Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 3:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચૂકયો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પુત્ર ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂક્તો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ, તેણે ઈશ્વરના એકનાએક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 3:18
19 Iomraidhean Croise  

જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.


પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો.


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.


પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.


કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.


દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.”


હું તમને ખચીત ખચીત કહું છું કે, જે મારાં વચન સાંભળે છે, અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી નહિ ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.”


હું તમને ખચીત ખચીત કહું છું કે, જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.


ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ.


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.


તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે [તારણની વાત] પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી,


તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકયા નહિ.


તેમની આજ્ઞાએ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ, અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી છે, તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.


ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યા કે, આપણે તેમનાથી જીવીએ, એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો.


જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડયા છે; કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.


જેને [ઈશ્વરનો] પુત્ર છે તેને જીવન છે. જેને ઈશ્વરનો પુત્ર નથી, તેને જીવન નથી.


Lean sinn:

Sanasan


Sanasan