Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 20:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે, જે [નું વર્ણન] આ પુસ્તકમાં કરેલું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પોતાના શિષ્યોની હાજરીમાં ઈસુએ બીજાં ઘણાં અદ્‍ભુત કાર્યો કર્યાં, જેની નોંધ આ પુસ્તકમાં લેવામાં આવી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 20:30
10 Iomraidhean Croise  

ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.


ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારું છું. ?? ?? ?? ?? 1


લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.


કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ [મળવા] ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.


હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.


તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર, મેં આ વાતો લખી છે.


Lean sinn:

Sanasan


Sanasan