Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 19:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો (અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો), એથી વિશ્રામવારે તેઓનાં શબ વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 વિશ્રામવારની પહેલાંનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા, એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા; કારણ, પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 19:31
12 Iomraidhean Croise  

અને પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો, ને સાતમે દિવસે તમારે પવિત્ર મેળાવડો ભરવો. તેઓમાં કંઈ કામ ન કરવું, માત્ર પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય, તેટલું જ તમારે કરવું.


નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે; પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.


તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્‍લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો.


હવે સિદ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થઈને


સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો, માટે,


ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.


હવે એ દિવસ પાસ્ખાની તૈયારીનો હતો; અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે, “જુઓ તમારો રાજા!”


એ માટે તેઓએ યહૂદીઓના [પાસ્ખાની] તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યા. કેમ કે તે કબર પાસે હતી.


અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.


Lean sinn:

Sanasan


Sanasan