Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 18:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધ બનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 18:28
33 Iomraidhean Croise  

તેઓ મિજબાનીમાં ધર્મનિંદકોની માફક પોતાના દાંત મારી સામે પીસે છે.


કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા] માટે દોડે છે, તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.


કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે.


પહેલા માસની ચૌદમી તારીખથી તમારે પાસ્ખાપર્વ પાળવું, તે પર્વ સાત દિવસ [પાળવું] ; બેખમીર રોટલી ખાવી.


જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે.


ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી.


સિપાઈઓ તેમને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી.


દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ સાથે, ભેગી થઈ, તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું,


હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બહાર ગામથી યરુશાલેમ ગયા હતા.


પ્રથમ તમને આન્‍નાસની પાસે લઈ ગયા, કેમ કે તે વરસના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.


પછી સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના [ઘરના] ચોકમાં ગયો.


એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”


પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક [બંદીવાન] ને હું છોડી દઉં, એવી તમારી રીત છે. માટે હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?”


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તમને સોંપ્યો તેનું પાપ વિશેષ છે.”


હવે એ દિવસ પાસ્ખાની તૈયારીનો હતો; અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે, “જુઓ તમારો રાજા!”


તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહિ.


તેણે તેઓને કહ્યું, “તમે પોતે જાણો છો કે બીજી પ્રજાના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહૂદી માણસને ઉચિત નથી, પણ ઈશ્વરે તે મને દેખાડ્યું છે કે, મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.


માટે તું માણસને જોપ્પા મોકલીને સિમોન, જેમનું બીજું નામ પિતર છે, તેમને તારી પાસે તેડાવ. તે સમુદ્રને કાંઠે સિમોન ચમારને ઘેર ઊતરેલા છે.’


“તેં બેસુન્‍નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું.”


ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેને તમે પકડાવ્યા, અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો.


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


અને પોતાનું નામ રાખવા માટે યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાબકરાંનો કે ઢોરઢાંકનો પાસ્ખાયજ્ઞ તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે કર.


Lean sinn:

Sanasan


Sanasan