Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 18:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે [રોમન] સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 સૈનિકોની ટુકડીએ, તેમના અમલદારે અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્‍નાસ પાસે લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો. તેઓએ ઈસુને બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 18:12
17 Iomraidhean Croise  

અને જે જગા વિષે ઈશ્વરે તેને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી, ને લાકડાં સિચ્યાં ને પોતાના દિકરા ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં પર તેને મૂક્યો.


અને જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યાં.


યહોવા તે જ ઈશ્વર છે, તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.


પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્‍ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.


પછી તેઓએ તેમને બાંધ્યા ને તેમને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યા.


ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી.


તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્‍ત્રીઓ તેમની સાથે ભેગા થાય છે.


સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.


તેઓ તેમને પકડીને લઈ ગયા, અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પણ પિતર છેટે રહીને તેમની પાછળ પાછળ‍‍ ચાલતો હતો.


ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે.


હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો.


તેઓ તેને મારી નાખવાની પેરવીમાં હતા, એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.


તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું, “મને તમારી સાથે બોલવાની રજા છે?” ત્યારે તેણે પૂછયું, “શું તું ગ્રીક ભાષા જાણે છે?


તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કકડેકકડા કરશે, એવો ભય લાગવાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી, “જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો.”


ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી. અને તે બંદીખાનામાં દળતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan