Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 18:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ત્યાર પછી ઈસુ પોતાના શિષ્યો સાથે નીકળ્યા અને કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ત્યાં એક બગીચો હતો. ઈસુ તથા તેમના શિષ્યોએ તેમાં પ્રવેશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી, તે તેના શિષ્યો સાથે વિદાય થયો. તેઓ કિદ્રોન ખીણને પેલે પાર ગયા. બીજી બાજુએ ત્યાં એક ઓલીવના વૃક્ષોની વાડી હતી. ઈસુ અને તેના શિષ્યો ત્યાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 18:1
25 Iomraidhean Croise  

અને એદન વાડી ખેડવાને, તથા તેનું રક્ષણ કરવાને, યહોવા ઈશ્વરે તે માણસને તેમાં રાખ્યો.


માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો


અને આખો દેશ પોક મૂકીને રડ્યો, ને બધા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઊતર્યો, અને બધા લોકો રાનમાં માર્ગ તરફ પેલી પાર ગયા.


તેણે પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા [દેવી] ને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.આસાએ તેની મૂર્તિ કાપી નાખી, ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી.


કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન નાળાની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું નક્કી માર્યો જશે. તારુ રકત તારે પોતાને માથે આવશે.”


આહાઝની મેડી પરની ઓરડીના ધાબા પરની વેદીઓ જે યહૂદિયાના રાજાઓએ બાંધી હતી, ને જે વેદીઓ મનાશ્શાએ યહોવાના મંદિરનાં બે આંગણાંમાં બાંધી હતી, તેઓને રાજાએ તોડી પાડી, ને [તે] ત્યાંથી તોડી પાડીને તમનો ભૂકો કિદ્રોન નાળામાં ફેંકી દીધો.


રાજાએ મુખ્ય યાજક હિલ્કિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી, “જે સર્વ પાત્રો બાલને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો.” તેણે તેમને યરુશાલેમ બહાર કિદ્રોનનાં ખેતરમાં બાળી નાખ્યાં, ને તેમની રાખ તે બેથેલ લઈ ગયો.


તે અશેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરુશાલેમ બહાર કિદ્રોન નાળા પાસે લાવ્યો, ને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી, ને તેને કૂટીને ભૂકો કરીને તે ભૂકો સાધારણ લોકોની કબરો પર નાખ્યો.


આસા રાજાએ પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિ કાપી નાખી, અને તેનો ભૂકો કરીને કિદ્રોન નાળા આગળ તેને બાળી નાખી.


યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા.


તેઓએ યરુશાલેમમાંની વેદીઓને તોડી પાડી, ને સર્વ ધૂપવેદીઓને કાઢી નાખીને તેઓએ તેમને કિદ્રોન નાળામાં નાખી દીધી.


હું રાત્રે કાંઠે કાંઠે ગયો, અને કોટનું અવલોકન કર્યું; ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાંથી થઈને હું પાછો આવ્યો.


મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”


તારે તેને ભાંગવું, ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું; તે ખાદ્યાર્પણ છે.


અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા.


ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક સ્થળે આવે છે, ને શિષ્યોને કહે છે, “હું પણે જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”


ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા.


તેઓ ગેથસેમાને નામે એક જગાએ આવે છે. તે પોતાના શિષ્યોને કહે છે, “હું [ત્યાં જઈને] પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.”


ઊઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે.”


પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું, અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું [એ માટે આ થાય છે]. ઊઠો, અહીંથી આપણે જઈએ.


જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો, તેનો સગો પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો, તે કહેવા લાગ્યો, “વાડીમાં મેં તને તેમની સાથે જોયો નથી શું?”


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને [તેનાથી] પોતાના હાથ પગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા કહે છે કે, જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે.”


Lean sinn:

Sanasan


Sanasan