Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 16:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 16:33
46 Iomraidhean Croise  

તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.


એ [આપણું] શાંતિધામ થશે. જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું.


અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.”


“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ] !”


“પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.”


હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.


તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.


હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.


ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય‍ ચૂકવવામાં આવ્‍યો છે.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”


પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવને હાનિ થનાર નથી, એકલા વહાણની જ [હાનિ] થશે.


માટે, ભાઈઓ, હિંમત રાખો; કેમ કે ઈશ્વર પર મને ભરોસો છે કે જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.


ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.


છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


પણ ઈશ્વર, જે સદા અમને ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન કરીને દોરી જાય છે, અને અમારી મારફતે પોતાના જ્ઞાનની સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેમની સ્તુતિ થાઓ.


પણ અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે કે, જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારામાંથી નથી [એ જાણવામાં આવે].


પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ [રાખીને] , વિપત્તિઓ [વેઠીને] , તંગીઓ [સહીને] , સંકટો [ઉઠાવીને] , ઉજગરા [કરીને] , લાંઘણ [વઠીને] ;


તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું. હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં મારું અંત:કરણ આનંદથી ઊભરાઈ જાય છે.


તેમણે આપણાં પાપને માટે પોતાનું સ્વાપર્ણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.


પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.


અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.


અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.


કેમ કે જ્યારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવી પડનાર છે; અને તે પ્રમાણે થયું, તે તમે જાણો છો.


એ માટે, ભાઈઓ, અમારાં સર્વ સંકટ તથા વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિષે અમને દિલાસો મળ્યો,


હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો.


જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ.


પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરનાં લોકોની સાથે દુ:ખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું.


અને ઇબ્રાહિમે એને બધી [લૂંટ] માંથી દશમો ભાગ આપ્યો, (તેના [નામનો] પહેલો અર્થ તો, ‘ન્યાયીપણાનો રાજા, ’ અને પછી ‘શાલેમનો રાજા, એટલે શાંતિનો રાજા છે.’


તમે વિશ્વાસમાં દઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુ:ખો પડે છે, તે તમે જાણો છો.


પિતાઓ, હું તમને લખું છું, કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો, જુવાનો, હું તમને લખું છું, કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. છોકરાં મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છો.


બાળકો, તમે ઈશ્વરનાં છો, ને તમે તેઓને જીત્યા છે; કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે.


કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.


તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.


અને ઇઝરાયલ પ્રજાની પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી, તે માહિતગર થઈને યુદ્ધકળા શીખે, ફક્ત એ માટે યહોવાએ જે દેશજાતિઓને રહેવા દીધી, તે આ છે:


Lean sinn:

Sanasan


Sanasan