Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 16:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 16:20
44 Iomraidhean Croise  

દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.


કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


કેમ કે મેં થાકેલા જીવને તૃપ્ત કર્યો છે, તથા દરેક દુ:ખી જીવને સમૃદ્ધ કર્યો છે.”


પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’


જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે.


તરત મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, ‘મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’ તે તેને યાદ આવી, અને તે પર મન લગાડીને તે રડ્યો.


જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી.


પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા.


પછી તે બહાર જઈને બહુ જ રડયો.


લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્‍ત્રીઓ, સંખ્યાબંધ માણસો, તેમની પાછળ પાછળ ચાલતાં હતાં.


તેમણે તેઓને પૂછ્યું, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા.


પણ અમે આશા રાખતા હતા કે, જે ઇઝરાયેલને ઉદ્ધાર આપવાના હતા તે એ જ છે! વળી એ સર્વ ઉપરાંત, આ બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ થયો.


ઓ હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે તૃપ્ત થશો, ઓ હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે હસશો.


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.


એમ કહીને તેમણે પોતાના હાથ તથા કૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.


તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા.


એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્‍ન છીએ.


પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,


અને તમે ઘણી વિપત્તિઓ સહન કરીને પવિત્ર આત્માના આનંદસહિત [પ્રભુની] વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.


મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો,


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


Lean sinn:

Sanasan


Sanasan