Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 16:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 16:2
27 Iomraidhean Croise  

તેઓ કહે છે, ‘તું વેગળો રહે, મારી પાસે આવીશ નહિ, કેમ કે હું તારા કરતાં પવિત્ર છું!’ તેઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, ને આખો દિવસ બળતા અગ્નિ જેવા છે.


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


લોકોમાં જેઓ જ્ઞાની હશે તેઓ ઘણાઓને શિખવશે; તોપણ તેઓ ઘણા દિવસો સુધી તરવારથી [માર્યા જશે] , તેઓને બાળી નાખવામાં આવશે, ગુલામગીરીમાં લઈ જવામાં આવશે તથા લૂટી લેવામાં આવશે.


અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.


ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.


જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.


તોપણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે [એવી બીકથી] તેઓએ તેમને કબૂલ ન કર્યા.


એ વચનો મેં તમને દ્દષ્ટાંતોમાં કહ્યાં છે. એવો સમય આવે છે કે જયારે દ્દષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહિ, પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી બતાવીશ.


જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.


ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો.


પણ એવો સમય આવે છે, અને હાલ આવ્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.


તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.


તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.


તે સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.


તેણે કહ્યું, “જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.”


તુચ્છકારાયેલા છતાં આજીજી કરીએ છીએ, અમે હજી સુધી જગતના ક્ચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ.


[ધર્મના] આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમ [શાસ્‍ત્ર] ના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.


જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા.


ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, “તારા દીકરાને બહાર કાઢ, કે તે માર્યો જાય; કેમ કે તેણે બાલની ય વેદી તોડી પાડી છે, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] ને કાપી નાખી છે.”


Lean sinn:

Sanasan


Sanasan