Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 16:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 16:13
32 Iomraidhean Croise  

યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.


ત્યાર પછી એવું થશે કે, હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે


કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.


એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. [પણ] તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે.


પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


પણ સંબોધક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી નીકળે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે, ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે.


હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી.


તેણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેની સાક્ષી કોઈ માનતું નથી.


મેં [મારા] પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું. અને તમે પણ [તમારા] પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તે તમે કરો છો.”


તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું.


માત્ર હું એટલું જ [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે.


‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’


તેઓ અસત્ય માને માટે ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે.


કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહિ, કેમ કે એમ થતાં પહેલાં ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ, એટલે વિનાશનો પુત્ર, પ્રગટ થશે;


પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


આપણે ઈશ્વરનાં છીએ:જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ.


પાણીથી તથા રક્તથી જે આવ્યા, તે એ છે એટલે ઈસુ‍ ખ્રિસ્ત. અને તે માત્ર પાણીથી નહિ પણ પાણી તથા રક્તથી આવ્યા.


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


તેં જે જે જોયું છે, અને જે જે છે, અને હવે પછી જે જે થશે, તે સર્વ લખ.


Lean sinn:

Sanasan


Sanasan