Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 15:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ સંબોધક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી નીકળે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે, ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 “પિતા તરફથી આવનાર સહાયક, એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ, અને તે મારે વિષે સાક્ષી પૂરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 15:26
14 Iomraidhean Croise  

હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.”


પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.


તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ.


ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.


તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો;


અંતર્યામી ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપીને તેઓ વિષે સાક્ષી પૂરી.


અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે.”


સર્વ બોલવામાં તથા સર્વજ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનામાં સંપત્તિવાન થયા;


તેઓની સાથે ઈશ્વર પણ ચિહ્નોથી, અદભુત કૃત્યોથી, અનેક પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલાં દાનથી સાક્ષી આપતા રહ્યા.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


Lean sinn:

Sanasan


Sanasan