Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 15:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત. પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને દ્વેષ રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 કોઈએ કદીયે પણ ન કર્યાં હોય એવાં જે કાર્યો મેં તેમની મયે કર્યાં, તે કર્યાં ન હોત તો તેમને પાપ લાગત નહિ, પરંતુ મારાં એ કાર્યો તેમણે જોયાં હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 15:24
36 Iomraidhean Croise  

યહોવાના દ્વેષીઓ તેને તાબે થાય; પણ તેઓનો સમય સદાકાળ ટકી રહે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે, તે પોતાના જ આત્માને નુકસાન પહોંચાડે છે; મને ધિક્કારનારા સર્વ મોતને ચાહે છે.


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ નહિ કર્યો, પણ દાણીઓએ તથા વેશ્યાઓએ તેના પર વિશ્ચાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.”


અને અશુદ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે તે મૂંગો બોલ્યો, ને લોકોએ અચરત પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”


અને તે તરત ઊઠ્યો, ને ખાટલો ઊંચકીને સહુના જોતાં ચાલ્યો ગયો; આથી સહુએ નવાઈ પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું, “અમે કદી આવું જોયું નથી.”


તેમણે તેઓને પૂછ્યું, “કઈ બિનાઓ?” તેઓએ તેમને કહ્યું, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા બધા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા.


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?”


જો હું મારા પિતાનાં કામ નથી કરતો, તો મારા પર વિશ્વાસ ન કરો.


પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી,


વળી જે મને જુએ છે, તે જેમણે મને મોકલ્યો છે તેમને જુએ છે.


ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો.


પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી.


જો હું આવ્યો ન હોત, અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.


જે મારા પર દ્વેષ રાખે છે, તે મારા પિતા પર પણ દ્વેષ રાખે છે.


પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;


તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”


પણ યોહાનની [સાક્ષી] કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે જે કામો પિતાએ મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે.


પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ નથી કરતા.


પણ લોકોમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓએ કહ્યું, “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?”


જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.


ઈસુએ તેઓને કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ, ’ માટે તમારું પાપ કાયમ રહે છે.”


એટલે નાઝરેથના ઈસુની વાત કે જેમને ઈશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.


હે ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો:ઈસુ નાઝારી, જેની મારફતે ઈશ્વરે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ ઈશ્વરને પસંદ પડેલા છે, એવું તમારી આગળ [સાબિત થયું] છતાં,


નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા પ્રપંચી, માતાપિતાની અવગણના કરનારા,


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું:જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી, પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર;


વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર‍ પ્રેમ રાખનારા;


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan