Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 15:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક [ડાળી] જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 15:2
42 Iomraidhean Croise  

તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.


તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;


પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.


તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.


વળી યહોવામાં દીનોનો આનંદ વધતો જશે, ને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં હરખાશે.


સુજ્ઞોમાંના કેટલાક તેઓને પવિત્ર કરવા માટે તથા શુદ્ધ કરવા માટે તથા તેમને શ્વેત કરવા માટે, છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતાં નાશ પામશે; કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે, ને તે લેવીના પુત્રોને શુદ્ધ કરીને ચોખ્ખા સોનારૂપા જેવા કરશે; અને તેઓ યહોવાને ન્યાયીપણાથી અર્પણો ચઢાવશે.


કેમ કે જેની પાસે છે તેને અપાશે, ને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.


તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્‍ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”


પણ તેમણે ઉત્તર આપ્યો, “જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.


અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.


કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેને ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.


અને હમણાં જ વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


તેમનું સૂપડું તેમના હાથમાં છે, ને તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે, ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”


હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


અને જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપે છે.”


પથ્થર પર પડેલાં તો એ છે કે, જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, અને પરીક્ષણની વેળાએ પાછા હઠી જાય છે.


હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.


જે વચનો મેં તમને કહ્યાં છે, તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો.


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.


તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો.


હું તેઓની સાથે હતો‍ ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી.


પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો,


તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો. જેઓ પડી ગયા, તેઓના ઉપર તો સખતાઈ પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે, તો તારા ઉપર ઈશ્વરની મહેરબાની; નહિ તો તને કાપી નાખવામાં આવશે.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય;


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan