Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 15:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 “મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 15:11
21 Iomraidhean Croise  

તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.


તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે.


હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.


હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.”


તારા ઈશ્વર યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે. તે તારે માટે બહુ હરખાશે, તે [તારા પરના] તેમના પ્રેમમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.


અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે, આપણે ખાઈને આનંદ કરીએ.


તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”


અને તે મળે છે, ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચઢાવે છે.


તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોશણોને બોલાવીને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને મળી છે.’


હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


પણ હવે હું તમારી પાસે આવું છું. અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં એ વાતો કહું છું.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ.


[મને] એ ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો, અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમો સર્વની સાથે રહેવાનો;


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.


મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan