યોહાન 14:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 ખૂબ જ ટૂંકા સમયમાં જગતના લોકો મને વધારે વખત જોઈ શકશે નહિ. પણ તમે મને જોઈ શકશો. તમે જીવશો કારણ કે હું જીવું છું. Faic an caibideil |
પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.