Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 14:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 14:1
37 Iomraidhean Croise  

હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.


ત્યારે મેં કહ્યું, “આ તો મારી નિર્બળતા છે;” [પરંતુ] પરાત્પરના જમણા હાથનાં વર્ષો [હું સંભારીશ].


દઢ મનવાળાને તમે શાંત જ રાખશો; કેમ કે તેનો ભરોસો તમારા પર છે.


“મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.


ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા.


હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.


ત્યારે ઈસુએ પોકારીને કહ્યું, “મારા પર જે વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર વિશ્વાસ રાખે છે.


જયારે એ થાય, ત્યારે તમે વિશ્વાસ કરો કે, હું તે છું, એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું.


હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.


કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.”


ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.


એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સર્વ પવિત્રો પર તમારા પ્રેમ વિષે સાંભળીને,


પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય, [એમ સમજીને] તમે કોઈ આત્મા, વચનથી કે, [જાણે] અમારા તરફથી [આવેલા] પત્રથી સહેજે તમારાં મનને ચલિત થવા ન દો, અને ગભરાઓ નહિ.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


Lean sinn:

Sanasan


Sanasan