Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 12:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 તોપણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે [એવી બીકથી] તેઓએ તેમને કબૂલ ન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 છતાં ઘણા યહૂદી અધિકારીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પરંતુ ફરોશીઓ તેમનો બહિષ્કાર કરે એની બીકને લીધે તેઓ જાહેરમાં કબૂલાત કરતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 12:42
25 Iomraidhean Croise  

માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.


હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.


તું કોનાથી બીધી તથા ડરી કે તું જૂઠું બોલે છે, ને મારું સ્મરણ તેં રાખ્યું નથી, ને તે ધ્યાનમાં લીધું નથી? શું કહું ઘણા દિવસથી છાનો રહ્યો, ને [તેથી] તું મારાથી નથી બીતી?


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


ત્યારે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓ ખાલદીઓની પાસે જતા રહ્યા છે તેઓથી હું બીહું છું, રખેને તેઓના હાથમાં તેઓ મને સોંપે, ને તેઓ મારી મશ્કરી કરે.”


માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ.


હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે.


પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકત્ર કર્યા, અને બોલાવીને


જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.


આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.


કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા, અને ઈસુ પર વિશ્વાસ કર્યો.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


આ બિના બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે ઈસુનો એક શિષ્‍ય હતો, પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય બન્યો હતો, તેણે ઈસુનું શબ લઈ જવાની પિલાત પાસે રજા માંગી. અને પિલાતે રજા આપી, તેથી તેણે આવીને તેમનું શબ ઉતારી લીધું.


તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”


તોપણ યહૂદીઓના ધાકને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહિ.


પણ લોકોમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓએ કહ્યું, “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?”


તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.


તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.


તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા.


કારણ કે ન્યાયીપણાને અર્થે અંત:કરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.


ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે, તેનામાં ઈશ્વર રહે છે તથા તે ઈશ્વરમાં [રહે છે].


ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે; એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.


Lean sinn:

Sanasan


Sanasan