Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:53 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 તેથી તે દિવસથી માંડીને તેઓ તેમને મારી નાખવાની વિચારણા કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

53 તે દિવસથી જ યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:53
22 Iomraidhean Croise  

અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી.


ત્યારે મેં તેઓને ચેતવણી આપીને તેઓને કહ્યું, “તમે કોટની આજુબાજુ કેમ ઊતરો છો? જો તમે ફરી એમ કરશો તો હું તમને શિક્ષા કરીશ.” ત્યાર પછી તેઓ સાબ્બાથે ફરી આવ્યા નહિ.


તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા, ને બીજા અડધા યહૂદિયાના સર્વ લોકોના રક્ષણને માટે ભાલા, ઢાલોમ ધનુષ્યો તથા કવચો ધારણ કરતા.


યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ.


યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:


કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.


કેમ કે મારા શત્રુઓ મારા વિષે વાત કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.


ત્યારે ય્રમિયાએ સિદકિયાને કહ્યું, “જો હું તમને ખરી વાત કહું, તો શું તમે ખરેખર મને મારી તો નહિ નાખો ને? જો કે હું તમને સલાહ આપું, તોપણ તમે મારું સાંભળવાના નથી!”


ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, “કૃપા કરીને આ માણસને મારી નંખાવો; કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવાં વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ આ લોકોનું હિત નહિ, પણ નુકસાન ઇચ્છે છે.”


ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી.


ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.”


અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શક્યો નહિ, તેમ જ તે દિવસથી તેમને કંઈ પૂછવાને કોઈએ હિંમત કરી નહિ.


અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.


અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;


હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું. અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો, એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ શોધ કરતા હતા.


અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો.


એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું, “આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે.


પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી,


એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.


તે સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.


ઘણા દિવસ વીત્યા પછી યહૂદીઓએ તેને મારી નાખવાની મસલત કરી.


Lean sinn:

Sanasan


Sanasan