Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તે સાંભળીને ઈસુએ કહ્યું, “લાઝરસનું મરણ થાય એવી આ માંદગી નથી, પરંતુ ઈશ્વરને મહિમા મળે માટે તે આવી છે; જેથી તે દ્વારા ઈશ્વરપુત્રનો મહિમા થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:4
20 Iomraidhean Croise  

અને સવારે તમે યહોવાનું ગૌરવ જોશો; કેમ કે તેમની વિરુદ્ધ તમારી કચકચ યહોવાએ સાંભળી છે; અને અમે તો શા લેખામાં છીએ, કે તમે અમારી વિરુદ્ધ બડબડ કરો છો?”


પણ જો હું કરું છું, તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો, જેથી તમે જાણો ને સમજો કે, પિતા મારામાં છે, અને હું પિતામાં છું.


ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?”


હે પિતા, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો.” ત્યારે એવી આકાશવાણી થઈ કે, “મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે, અને ફરી કરીશ.”


એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે.


અને જે મારાં તે બધાં તમારાં છે, અને જે તમારાં છે તે મારાં છે; અને હું તેઓમાં મહિમાવાન થયો છું.


અને હવે, હે પિતા, જગત ઉત્પન્‍ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.


ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.


ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને માન આપનાર તો મારા પિતા છે, જેના વિષે તમે કહો છો કે, ‘તે અમારો ઈશ્વર છે.’


તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે [એમ થયું].


ત્યારે હું પૂછું છું કે, તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાઓ. પણ ઊલટું તેઓના પડવાથી તેઓમાં [એટલે ઇઝરાયલીઓમાં] ઈર્ષા ઉત્પન્‍ન થાય, એ માટે વિદેશીઓને તારણ [મળ્યું છે].


અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan