Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે ઘણા યહૂદીઓ આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:19
28 Iomraidhean Croise  

અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો.


દાઉદે કહ્યું, “જેમ નાહાશ મારા પર માયા રાખતો હતો તેમ તેના દિકરા હાનૂન પર હું માયા રાખીશ.”


ત્યારે સર્વ શૂરવીર પુરુષો ઉઠીને શાઉલની તથા તેના પુત્રોની લાશો યાબેશમાં લાવ્યા, ને તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓનાં હાડકાં દાટ્યાં, ને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.


આ સર્વ વિપત્તિ અયૂબ ઉપર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા; તેઓ તેના દુ:ખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને વિચારણા કરીને તેની પાસે આવ્યા હતા.


તે વખતે તેના સર્વ ભાઈઓ, તેની સર્વ બહેનો, તથા આગળના તેના સર્વ ઓળખીતાઓએ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું. અને જે બધી વિપત્તિ ઈશ્વર તેના ઉપર લાવ્યા હતા તેને લીધે તેઓએ તેને માટે શોક કરીને તેને દિલાસો આપ્યો. વળી દરેક માણસે તેને નાણાનો એકેક સિક્કો તથા દરેક જણે સોનાની એકેક વીંટી આપી.


ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો [ની જિંદગી] નું પરિણામ એ જ છે. અને જીવતો [માણસ] તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.


તારા પર આ બે [દુ:ખ] આવી પડયાં છે; કોણ તારે લીધે શોક કરશે? પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તરવાર [તારા પર આવી પડયાં છે]. હું શી રીતે તને દિલાસો આપીશ?


આને લીધે હું રડું છું; મારી આંખમાંથી, મારી આંખમાંથી પાણી વહ્યું જાય છે. કેમ કે મને દિલાસો આપનાર તથા મારો પ્રાણ બચાવનાર મારાથી દૂર છે. મારા પુત્રો નિરાધાર છે કેમ કે શત્રુ ફાવી ગયો છે.


તે રાત્રે બહુ રડે છે, તેના ગાલો પર આંસુની ધારા વહે છે. તેના આશકોમાંથી તેને દિલાસો આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો દીધો છે, તેઓ તેના શત્રુ થયા છે!


હું નિસાસા નાખું છું, એવું તેઓએ સાંભળ્યું છે. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ શત્રુઓએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશી થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો છે તે તમે [તેમના પર] લાવો, જેથી તેઓ મારા જેવા થાય!


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


હે યરુશાલેમની દીકરી, હું તને શો બોધ આપું? હે સિયોનની કુંવારી દિકરી હું તને કોની ઉપમા આપું? હું તને દિલાસો દેવા માટે તને શાની સાથે સરખાવું.? કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે! તારું દુ:ખ કોણ ટાળી શકે?


મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.


જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે, “તમે કોણ છો?” ત્યારે તેની સાક્ષી આ હતી:


હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો.


ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, એવું ધારીને તેઓ તેની પાછળ ગયા.


ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા.


[એ જોઈને] યહૂદીઓએ કહ્યું, “જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!”


આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.


શિષ્યો તેમને કહે છે, “રાબ્બી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થર મારવાની કોશિશ કરતા હતા; તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?”


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.


તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.


તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ સુબોધ કરો, અને એકબીજાને દઢ કરો.


તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશમાંના એશેલ વૃક્ષ નીચે દાટ્યાં, ને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan