Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 10:10
25 Iomraidhean Croise  

વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.


જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય, તથા સમરુનની દુષ્ટતા જાહેર થઈ; કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે. ચોર અંદર પેસે છે, ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે.


સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે. [


કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે.]


જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”


અને તેમણે તેઓને કહ્યું, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, ’ એમ લખેલું છે; પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.”


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.”


કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે.”


હું તમને ખચીત ખચીત કહું છું, “જે બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે.


હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.


જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.


હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.


કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.


જીવન પામવા માટે તમે મારી પાસે આવવા‍ ચાહતા નથી.


કેમ કે આકાશમાંથી જે ઊતરીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.”


જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે [હું આપીશ.]


ત્યારે હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે?


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


તે પ્રમાણે ઈશ્વરના પોતના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને બતાવવાની ઇચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યા, એ માટે કે,


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


કારણ કે એમ [કરવાથી] તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.


Lean sinn:

Sanasan


Sanasan