Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 1:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 નથાનિયેલે તેમને ઉત્તર આપ્યો, “રાબ્બી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

49 નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 1:49
31 Iomraidhean Croise  

યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”


પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


યહોવાએ ન્યાયની રૂએ તને કરેલી શિક્ષાનો [તે] અંત લાવ્યા છે, તેમણે તારા શત્રુને હાંકી કાઢયો છે. ઇઝરાયલના રાજા, એટલે યહોવા, તારામાં છે. હવે પછી તને કંઈ પણ આપત્તિનો ડર લાગશે નહિ.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચીત તમે ઈશ્વરના દીકરા છો.”


“યહૂદીઓના જે રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ.”


“ સિયોનની દીકરીને એમ કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને [આવે છે].


તથા ચૌટાંઓમાં સલામો, તથા માણસ તેઓને રાબ્બી કહે, એવું તેઓ ચાહે છે.


પણ તમે રાબ્બી ન કહેવાઓ; કેમ કે એક જ તમારો ગુરુ છે, ને તમે સર્વ ભાઈઓ છો.


અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા, ને હાકેમે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ત્યારે ઈસુએ તેને કહ્યું, “તમે પોતે કહો છો.”


“બીજાઓને તેણે બચાવ્યા, પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.


અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”


ઇઝરાયલનો રાજા, ખ્રિસ્ત, હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે કે, અમે જોઈને વિશ્વાસ કરીએ.” વળી જેઓ તેમની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.


દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે


“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ] !”


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.


મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે એ જ ઈશ્વરના દીકરા છે.”


તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછયું, “તમે શું શોધો છો?” તેઓએ તેમને કહ્યું, “રાબ્બી (જેનો અર્થ ગુરુ થાય છે), તમે કયાં રહો છો?”


ઈસુએ તેને કહ્યું, “મેં તને અંજીરી નીચે જોયો, એવું મેં તને કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે.”


એથી પિલાતે તેમને પૂછયું, “ત્યારે શું તું રાજા છે.” ઈસુએ ઉત્તર આપ્યો કે, “તમે કહો છો કે હું રાજા છું. એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે, સત્ય વિષે હું સાક્ષી આપું! જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.”


તેટલામાં શિષ્યોએ તેમને વિનંતી કરી, “રાબ્બી, જમો.”


Lean sinn:

Sanasan


Sanasan