Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 1:4
30 Iomraidhean Croise  

જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે, અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે,


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”


વિદેશીઓને પ્રકાશ આપવા માટે, તથા તમારા ઇઝરાયલી લોકોનો મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે.


ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે,


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી.


જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.


કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ‍ ચાહે તેઓને સજીવન કરે છે.


કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું.


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.”


એટલે કે ખ્રિસ્ત [મરણ] વેદના સહન કરે, અને તે પ્રથમ મૂએલાંમાંથી પાછા ઊઠ્યાથી લોકોને તથા વિદેશીઓને પ્રકાશ આપે.”


એમ પણ લખેલું છે, “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો.”


માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જ્યારે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.


જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી [અમે તમને કહી દેખાડીએ છીએ].


(તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે, અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે પિતાની પાસે હતું, અને અમને પ્રગટ થયું, તે તમને કહી બતાવીએ છીએ).


એ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, ને આ જીવન તેમના પુત્રમાં છે.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


Lean sinn:

Sanasan


Sanasan