Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 1:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 1:16
24 Iomraidhean Croise  

તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે, તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


કેમ કે જેની પાસે છે તેને અપાશે, ને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?”


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!


આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.


વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્‍ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ;


પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે [ખ્રિસ્ત] નો નથી.


તે તો તેમનું શરીર છે, એટલે જેમ સર્વ વાતે સર્વને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે.


અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.


કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, એમ [પિતાને] પસંદ પડયું.


તેમનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.


તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan