Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જૂઠાણા પર જૂઠાણું, છેતરપિંડી પર છેતરપિંડી, તેઓ પ્રભુને ઓળખવાનો ઈનકાર કરે છે, એવું પ્રભુ પોતે કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તું અન્યાયની અંદર વસે છે; કપટને લીધે તેઓ મને ઓળખવાની ના પાડે છે. એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓ ખોટે માર્ગે ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:6
21 Iomraidhean Croise  

મેં બોલાવ્યા છે, પણ તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નથી;


કેમ કે તેઓએ જ્ઞાનનો ધિક્કાર કર્યો, અને તેઓએ યહોવાનું ભય પસંદ કર્યું નહિ;


તારા પર હું મારો હાથ ઉગામીશ, અને જેમ ક્ષારથી [મેલ કપાય છે તેમ] તારો મેલ કાઢીશ, તારામાંથી બધો ભેગ હું દૂર કરીશ.


બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”


જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરુશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે [ત્યારે એમ થશે].


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


જે દુષ્ટ લોક મારાં વચન સાંભળવા ના પાડે છે, ને પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે ને અન્ય દેવોની સેવાપૂજા કરવા માટે તેમની પાછળ ગયા છે, તે દુષ્ટ લોકો આ નકામા થઈ ગયેલા કમરબંધ જેવા થશે.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


જેમ પાંજરું પક્ષીઓથી ભરેલું છે, તેમ તેઓનાં ઘરો કપટથી [મેળવેલા દ્રવ્યથી] ભરેલાં છે. તેથી તેઓ મોટા અને દ્રવ્યવાન થયા છે.


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું એ કહું છું.


હવે એલીના દીકરા બલિયાલપુત્રો હતા; તેઓ યહોવાને ઓળખતા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan