Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 “તું એમ બોલ કે, જેમ ખેતરમાં ખાતર તથા કાપનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યોનાં મુડદાં પડશે, ને તેઓને એકઠાં કરનાર કોઈ મળશે નહિ, ” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે: “ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રઝળે છે, અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂળાઓની જેમ તેમને કોઈ ઉપાડતું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આ પ્રગટ કર યહોવાહ આ પ્રમાણે કહે છે; જેમ ખેતરમાં ખાતર તથા કાપણી કરનારની પાછળ પૂળીઓ પડે છે, તેમ મનુષ્યના મૃતદેહો પડશે. અને તેઓને એકઠા કરનાર કોઈ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:22
17 Iomraidhean Croise  

હિઝકિયાએ તેમનું સાંભળીને તેમને પોતાની મૂલ્યવાન વસ્તુઓથી ભરેલો આખો મહેલ, એટલે [તેમાનું] રૂપું તથા સોનું, સુગંધીઓ, મૂલ્યવાન તેલ, તથા તનો આખો મહેલ, ને તેના ભંડારમાં જે જે મળી આવ્યું તે સર્વ બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેમને બતાવ્યું નહિ હોય.


ફરી યશાયાએ પૂછ્યું, “તેઓએ તમારા મહેલમાં શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે: મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.”


અને ઇઝબેલની લાશ યિઝ્‍એલના વાંટાના ખેતરમાં ખાતરરૂપ થશે, જેથી લોકો એમ નહિ કહે કે, આ ઇઝબેલ છે.”’


કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે; અને કુટિલ માણસોની યોજનાઓને ઉથલાવી પાડે છે.


[તેઓમાંનો] કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી;


તેઓ એન-દોરની પાસે નાશ પામ્યા; તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા.


દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્‍લેબંધીવાળું શહેર છે, તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.


દ્રવ્યવાન થવા માટે [તન તોડીને] મહેનત ન કર; તારું પોતાનું ડહાપણ મૂકી દે.


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


તે દિવસે યહોવાથી હણાયેલા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ; તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.


માટે યહોવા કહે છે, “જુઓ, આ લોકોની આગળ હું ઠેસો મૂકીશ; અને પિતાઓ તથા પુત્રો બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે; પડોશી તથા તેના મિત્રો બન્ને નાશ પામશે.”


આ લોકોનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં પશુઓ ખાઈ જશે, અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.


સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.


પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”


[પ્રભુ કહે છે,] “હું માણસો ઉપર એવું સંકટ લાવીશ કે, તેઓ આંધળા માણસોની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને તેમનું રક્ત ધૂળની જેમ વહેવડાવવામાં આવશે, તથા તેમનું માંસ વિષ્ટાની જેમ [ફેંકી દેવામાં] આવશે.


અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપતિ મેળવી છે.


Lean sinn:

Sanasan


Sanasan