Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારા લોકને છોડીને તેઓની પાસેથી દૂર જવાને મારે માટે વનમાં વટેમાર્ગુઓનો ઉતારો હોત તો કેવું સારું! કેમ કે તેઓ સર્વ વ્યભિચારીઓ તથા વિશ્વાસઘાતીઓનું મંડળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મારે માટે રહેવાને વેરાનપ્રદેશમાં વટેમાર્ગુઓના ઉતારાનું સ્થાન હોત તો મારા લોકને તજીને તેમનાથી દૂર જતો રહેત. કારણ, તેઓ બધા વ્યભિચારીઓ છે; તેઓ દગાખોરોની ટોળકી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા લોકને છોડીને તેઓથી દૂર ચાલ્યા જવા માટે મારાં માટે ઉતારો અરણ્યમાં હોત તો કેવું સારું! એ બધા વ્યભિચારી તથા વિશ્વાસઘાતી લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! એ બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:2
24 Iomraidhean Croise  

કેમ કે તમારા હથા લોહીથી, ને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે; તમારા હોઠો જૂઠું બોલ્યા છે, ને તમારી જીભ દુષ્ટતા બબડે છે.


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


કેમ કે તારા ભાઈઓએ તથા તારા પિતાના કુટુંબના માણસોએ પણ તારી સાથે કપટ કર્યું છે! તેઓએ પણ તારી પાછળ મોટી બૂમ પાડી છે. તેઓ ભલે તને મીઠી વાતો કહે, તોપણ તેઓના પર ભરોસો ન રાખ.”


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરેલો છે. શાપને લીધે દેશ રડે છે; વગડામાંનાં બીડો સુકાઈ ગયાં છે; તેઓની વર્તણૂક દુષ્ટ છે, ને તેઓનું બળ નીતિમય નથી.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.


જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.”


સોગન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી, ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે, ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે.


તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.


પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.


તેઓ સર્વ વ્યભિચારીઓ છે; ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી જેવા તેઓ છે; લોટના લોંદાને મસળે ત્યારથી તે તેને ખમીર ચઢે ત્યાં સુધી [અગ્નિને] સંકોરવાનું તે બંધ કરે છે.


કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.


તેઓના પ્રબોધકો બેપરવા તથા કપટી પુરુષો છે. તેના યાજકોએ પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે.


યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.


તો પણ તમે પૂછો છો કે “શા માટે [એમ થાય છે.] ?” કારણ તો એ છે કે, યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે કે, જે પત્ની તારી સાથે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં, તેને તેં દગો દીધો છે.


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


અને તે આખી પેઢી પણ પોતાના પિતૃઓની સાથે મળી ગઈ. અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્‍ન થઈ કે, જે યહોવાને તથા ઇઝરાયલને માટે યહોવાએ જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan