Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો અવાજ સંભળાયો છે, ‘અમે કેવા લૂંટાયા છીએ! અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે, અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારાં રહેઠાણોને પાડી નાખ્યાં છે!’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; “અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:19
20 Iomraidhean Croise  

સુખવાસીસ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો. બેદરકાર દીકરીઓ, મારાં વચનો તરફ કાન દો.


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


શું ઇઝરાયલ દાસ છે? તે શું [શેઠના] ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે?


જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.


નાશ ઉપર નાશના સમાચાર આવે છે, કેમ કે આખો દેશ લૂંટાયો છે. એકદમ મારા તંબુઓ, પલક વારમાં મારા પડદા લૂંટાયા છે!


વળી જેમ તમારા સર્વ ભાઈઓને, એટલે એફ્રાઈમના સર્વ વંશજોને, મેં ફેંકી દીધા, તેમ હું તમને મારી નજર આગળથી ફેંકી દઈશ.


યહોવા કહે છે, “શું તેઓ મને રોષ ચઢાવે છે? શું પોતાના મુખની લાજને અર્થે તેઓ પોતાને જ ચીડવતા [અને બદનામ કરતા] નથી?”


[હે યરુશાલેમ,] તારો અંબોડો કાપીને ફેંકી દે, ને બોડી ટેકરીઓ પર વિલાપ કર; કેમ કે યહોવાએ પોતાના ક્રોધપાત્ર વંશનો તિરસ્કાર કરીને તેને તજી દીધો છે.


“હઠો, હે અશુદ્ધ! તમે હઠો, હઠો, અમને અડકો નહિ, ” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, તેઓ નાસીને રઝળવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં મુકામ કરશે નહિ.


અમારું વતન પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.


“હે મનુષ્યપુત્ર, તૂર વિષે એક પરજિયો ગાઈને


અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું, ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે.


રખેને એવું થાય કે, તમે દેશને અશુદ્ધ કરો, ને તેથી જેમ તમારી પહેલાંની પ્રજાને તેણે ઓકી કાઢી, તેમ તે તમને પણ ઓકી કાઢે.


એ માટે તમે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળો, ને તેઓને અમલમાં લાવો; રખેને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું, તે દેશ તમને ઓકી કાઢે.


ઊઠો, ચાલ્યા જાઓ; કેમ કે આ તમારું વિશ્રામસ્થાન નથી. નાશકારક મલિનતા, હા, ભારે વિનાશકારક મલિનતા, એનું કારણ [છે].


તે દિવસે તેઓ તમને મહેણાં મારશે, ને શોકથી વિલાપ કરશે, ને રુદન કરીને કહેશે, અમે છેક પાયમાલ થયા છીએ. તે મારા લોકનો વારસો બદલી નાખે છે. તેમણે તેને મારી પાસેથી કેવી રીતે લઈ લીધો છે! તે દંગાખોરોને અમારાં ખેતરો વહેંચી આપે છે.


અને જેમ આંધળો અંધારામાં ફાંફાં મારે છે, તેમ તું ખરે બપોરે ફાંફાં મારશે, ને તારા માર્ગમાં તું સફળ નહિ થાય. અને તું માત્ર જુલમ તથા લૂટને સ્વાધીન થશે, ને તને બચાવનાર કોઈ નહિ હોય.


Lean sinn:

Sanasan


Sanasan