Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી? મારા લોકોની દીકરીના ઘા કેમ રુઝાતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 શું હવે ગિલયાદમાં દવા નથી? ત્યાં કોઇ વૈદ્ય નથી? તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:22
17 Iomraidhean Croise  

અને તેઓ રોટલી ખાવા બેઠા. અને તેઓએ નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ઇશ્માએલીઓનો એક સંઘ ગિલ્યાદથી આવતો હતો; અને સુગંધીઓ તથા લોબાન તથા બોળથી લાદેલાં તેઓનાં ઊંટ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા.


અને તેઓના પિતા ઇઝરાયલે તેઓને કહ્યું, “ત્યારે એમ હોય તો આમ કરો:આ દેશનાં કંઈ ઉત્તમ ફળ તમારાં વાસણમાં લેતા જાઓ, ને તે માણસને માટે ભેટ લઈ જાઓ એટલે થોડો ગૂગળ, થોડું મધ, થોડ તેજાના તથા બોળ તથા પિસ્તાં તથા બદામ.


શું [પ્રભુ] તમે યહૂદિયાનો છેક જ ત્યાગ કર્યો છે? શું તમારો જીવ સિયોનથી કંટાળી ગયો છે? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા, પણ કાંઈ કલ્યાણ થયું નહિ; અને સાજા થવાના સમયની રાહ જોતા હતા, પણ તેના બદલામાં ત્રાસ જ થયો!


કેમ કે યહૂદિયાના રાજાના મહેલ વિષે યહોવા કહે છે કે, તું મારે મન ગિલ્યાદ છે, તું લબાનોનનું શિર છે; તોપણ ખચીત હું તને વગડા તથા વસતિહીન નગરો સરખું કરીશ.


હે મિસરની કુંવારી દીકરી, તું ગિલ્યાદ પર ચઢીને શેરીલોબાન લે; તું ઘણાં ઓસડનો ઉપચાર કરશે, પણ એ તો નિરર્થક જશે. તું સાજી થઈશ નહિ.


બાબિલ એકાએક પડીને પાયમાલ થયું છે; તેને લીધે વિલાપ કરો; તેના દુ:ખને માટે શેરીલોબાન લો, કદાચ તેને રૂઝ વળે.


જેમ ઝરો પોતાનું પાણી વહેવડાવે છે, તેમ તે પોતાની દુષ્ટતા વહેવડાવે છે! તેનામાં જુલમ તથા લૂંટફાટનો અવાજ સંભળાય છે; વેદના તથા જખમ મારી નજર આગળ નિત્ય થાય છે.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


[પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”


હે યરુશાલેમની દીકરી, હું તને શો બોધ આપું? હે સિયોનની કુંવારી દિકરી હું તને કોની ઉપમા આપું? હું તને દિલાસો દેવા માટે તને શાની સાથે સરખાવું.? કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે! તારું દુ:ખ કોણ ટાળી શકે?


યહૂદિયા તથા ઇઝરાયલ દેશના લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, લાખ, મધ, તેલ તથા બોળ આપીને તારો માલ લેતા.


હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલ્યાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે,


એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તેણે પોતાનો બધો પૈસો વૈદો પાછળ ખરચી નાખ્યો હતો, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan