Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મારા લોકોની દીકરીના ઘાને લીધે હું ઘાયલ થયો છું; હું શોક કરું છું; હું ભયભીત થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મારા લોકના ઘા જોઈને મારું હૃદય ઘાયલ થયું છે. હું શોકગ્રસ્ત છું, અને ભયભીત થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મારા લોકોની દીકરીના ઘાને જોઈને મારું હૈયું ઘવાય છે, જે ભયાનક બાબતો તેની સાથે બની એને લીધે હું શોક કરું છું; હું ભયભીત થઈ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:21
14 Iomraidhean Croise  

મેં રાજાને કહ્યું, “રાજાજી, ચિરંજીવ રહો. જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયાં છે. તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?”


વળી તું તેઓને આ વચન કહેજે, મારી આંખમાંથી રાતદિવસ ચોધાર આંસુઓ વહી જાઓ, ને બંધ ન થાઓ, કેમ કે મારા લોકોની કુંવારી દીકરી મોટા ઘાથી, અતિ ભારે જખમથી, ઘાયલ થઈ છે.


“યહૂદિયા શોક કરે છે, તેના દરવાજાઓને ગ્લાનિ થયેલી છે, શોકનો પોશાક પહેરીને તેઓ જમીન પર બેઠેલા છે, અને યરુશાલેમનો પોકાર ઊંચે ચઢયો છે.


હું તો તારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠયો નથી, ને મેં દુ:ખી દિવસની ઈચ્છા કરી નથી, એ તમે જાણો છો; મારા હોઠમાંથી જે નીકળ્યું તે તમારા મોઢા આગળ હતું.


અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.


કાપણી વીતી ગઈ છે, ઉનાળો સમાપ્ત થયો છે, તોયે અમે તારણ પામ્યા નથી.’


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


પ્રભુના કોપની સોટીથી જેણે દુ:ખ ભોગવ્યું છે, તે પુરુષ હું જ છું.


તેમને જોઈને લોકો ત્રાસ પામ્યા છે. સર્વ ચહેરા ફિક્કા પડી ગયા છે.


નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.


તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan