Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:18
12 Iomraidhean Croise  

હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


તેથી હું કહું છું કે, મારી તરફથી દષ્ટિ ફેરવો, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.


પ્રબોધકો વિષેની વાત. મારું હ્રદય મારામાં ફૂટેલું છે, મારાં સર્વ હાડકાં કંપે છે! યહોવાને લીધે તથા તેમનાં પવિત્ર વચનોને લીધે હું છાકટા માણસના જેવો તથા દ્રાક્ષારસને વશ થયેલા માણસના જેવો છું.


અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.


અમે તે વિષેના સમાચાર સાંભળ્યા છે; અમારા હાંજા ગગડી ગયા છે; અમને પીડા થાય છે, પ્રસૂતાના જેવી વેદના વળગી છે.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


એને લીધે અમારું હૃદય નિર્ગત થયું છે. એ કારણોને લીધે અમારી આંખે ઝાંખ વળે છે.


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


Lean sinn:

Sanasan


Sanasan